આણંદ, શુક્રવાર – આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારના કેમ્પસ એમ્બેસેડર માટે સર્કિટ હાઉસ, આણંદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારમાંથી ૫૨ જેટલા કેમ્પસ એમ્બેસેડરોએ ભાગ લીધો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ સંબંધે કેમ્પસ એમ્બેસેડર દ્વારા કરવાની થતી મતદાર જાગૃતિની કામગીરીથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેમ્પસ એમ્બેસેડરના મોબાઇલમાં વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરાવી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પસ એમ્બેસેડરોએ યુવા મતદાર નોંધણી માટે તથા મતદાર જાગૃતિની તમામ કામગીરીમાં વિશેષ રૂપે સહભાગી થવા તેમજ હાલમાં ચાલી રહેલ યુવા મતદાર મહોત્સવ -૨૦૨૩ ની ઉજવણીમાં પણ સહભાગી બનવા તેઓને જણાવવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આ વકશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ