તા.૨૨/૧૨/૨૦૨૩ના રોજ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓ તરફથી ભાવનગર શહેર માં કાર્યરત હોટેલ સંચાલકો સાથે ૩૧મી ડિસેમ્બરને ધ્યાને લઇ કોન્ફરન્સ હોલ,એસ.પી.કચેરી,ભાવનગર ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ.આ મીટીંગમાં ભાવનગર શહેરમાંથી ૬૦ થી ૬૫ જેટલાં હોટલ સંચાલકો હાજર રહેલ.જે તમામ સંચાલકોને આવકારી ડો.હર્ષદ પટેલ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓએ આગામી દિવસોમાં આવનાર ૩૧મી ડિસેમ્બરને ધ્યાને લઇ શહેરની હોટલોમાં આવતાં બહારના પ્રવાસી/યાત્રીઓની ગુજરાત પોલીસ દ્વારા બનાવવામાં આવેલ પથિક સોફટવેરમાં કાયદેસર નોંધણી કરાવવા માટે,વિદેશી નાગરિકો આવે ત્યારે ફોર્મ-C ડેટાની નોંધ કરવા તેમજ સલામતી જળવાય રહે તેના પર ધ્યાન આપવા અને કોઇ શંકાસ્પદ ઇસમ કે શંકાસ્પદ ગતિવિધી જણાય આવ્યે તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.આ ૩૧મી ડિસેમ્બરને ધ્યાને રાખી હોટેલમાં તથા હોટલની બહારની બાજુએ લગાવવામાં આવેલ C.C.T.V. કેમેરા ચકાસણી કરી લેવા સુચના કરવામાં આવેલ.
આમ,૩૧મી ડિસેમ્બરને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુથી અગમચેતીના પગલાંરૂપે ભાવનગર, પોલીસ અધિક્ષકશ્રીએ ભાવનગર શહેરમાં કાર્યરત હોટલના સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.ગુજરાત પોલીસની આગવી પહેલરૂપ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવેલ હતી.
આ મીટીંગમાં પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગર,નાયબ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગર વિભાગ,મહુવા વિભાગ તથા પાલીતાણા વિભાગ,ભાવનગર શહેરનાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રીઓ તથા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી./એસ.ઓ.જી./એલ.આઇ.બી.ભાવનગરનાઓ હાજર રહેલ હતાં.