Latest

આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી

સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ કચેરીઓસન્માનિત

આણંદ, સોમવાર :: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને પ્રતિ વર્ષ તા. ૨૫ મી ડિસેમ્બરના દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

જેના ભાગરૂપે આણંદ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. એસ. દેસાઇની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

આ ઊજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીને ધ્યાને લઈ શ્રેષ્ઠ સ્વચ્છતાલક્ષી કામગીરી કરનાર જિલ્લાની ત્રણ કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને પોલીસ વિભાગની એસઓજી ટીમને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સન્માનપત્ર આપી સન્માનવામાં આવી હતી. આ સન્માનપત્ર જિલ્લા કલેકટર કચેરી વતી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શિવાંગી શાહે, જિલ્લા પંચાયત કચેરી વતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે અને એસઓજી ટીમ વતી મયંકભાઇએ સ્વીકાર્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઊજવણીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *