Latest

કલા મહાકુંભ- ૨૦૨૩ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે

આણંદ, મંગળવાર :: કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા સંચાલીત કલા મહાકુંભ-૨૦૨૩ હેઠળ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા.૦૩/૦૧/૨૦૨૪  થી તબક્કાવાર વિવિધ તાલુકાઓમાં યોજાશે.

જિલ્લાના આઠ તાલુકાઓ પૈકીના સોજીત્રા, તારાપુર અને ઉમરેઠ તાલુકાની તાલુકા કક્ષાની તમામ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, લોકનૃત્ય, ગરબા, રાસ, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, લોકગીત/ભજન, લગ્નગીત, સમૂહગીત, તબલા અને હાર્મોનિયમ(હળવું) વગેરે તા.૦૩/૦૧/૨૦૨૪ ના રોજ યોજાશે.

જેમાં સોજીત્રા તાલુકાની સ્પર્ધા સોજીત્રા તાલુકા શાળાના બી.આર.સી. ભવન હોલ ખાતે, તારાપુર તાલુકાની સ્પર્ધા બી.આર.સી. ભવન,તારાપુર ખાતે અને ઉમરેઠ તાલુકાની સ્પર્ધા બી.આર.સી. ભવન કંપાઉન્ડ, ઉમરેઠ ખાતે યોજાશે.

બોરસદ તાલુકામાં આવેલ બી.આર.સી.ભવન, વધવાલા ખાતે તા.૦૩/૦૧/૨૦૨૪ ના રોજ ગરબા, રાસ, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ(હળવું) સ્પર્ધાઓ અને તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય, ભરતનાટ્યમ, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન બોરસદ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે.

આંકલાવ તાલુકાની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય, ભરતનાટ્યમ, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન સ્પર્ધા તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ ઉડાન પબ્લિક સ્કુલ, હઠીપુરા ખાતે તથા ગરબા, રાસ, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ(હળવું) સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૪ના રોજ પ્રાથમિક શાળા, મુંજકુવા ખાતે યોજાશે.

જ્યારે પેટલાદ, ખંભાત અને આણંદ તાલુકાની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય, ભરતનાટ્યમ, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન સ્પર્ધા તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ તથા ગરબા, રાસ, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ(હળવું) સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૪ના રોજ યોજાશે.

જેમાં પેટલાદ તાલુકામાં પંડોળી કન્યાશાળા, પંડોળી ખાતે, ખંભાત તાલુકામાં બી.આર.સી. ભવન, શક્કરપુર ખાતે, આણંદ તાલુકાની સ્પર્ધા રમા એમ. દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, વિદ્યાનગર ખાતે યોજાશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદની યાદીમાં જણાવાયું છે.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *