Latest

તારાપુર સબ રજિસ્ટ્રાર કચેરીની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, ગુરૂવાર ::  આણંદના જિલ્લા કલેટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી, તારાપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તારાપુર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ તાલુકા સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કરી જિલ્લા કલેકટરશ્રીએ તારાપુર સબ રજીસ્ટ્રાર કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરીમાં આવતા અરજદારો સાથે વાતચીત કરી કચેરીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

જિલ્લા કલેક્ટરશ્રીએ સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરીની સમિક્ષા દરમિયાન અરજદારોના પ્રશ્નો સંદર્ભે કરવાની થતી કાર્યવાહી તથા કચેરીના મહેકમની સામે કચેરીમાં ઉપલબ્ધ કર્મચારી તથા તેમની કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

તેમણે આ તકે મામલતદાર કચેરીમાં કાર્યરત જન સેવા કેન્દ્ર, આધાર કાર્ડ કેન્દ્રની પણ મુલાકાત લઈ કચેરીની કામગીરી પ્રક્રિયા અંગે કચેરી અધિકારી-કર્મચારીને જરૂરી સૂચન-માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *