વાલ્મીકી સમાજ દ્વારા શબ દાંતા મામલતદાર કચેરી ખાતે લવાયું……
બ.કા જિલ્લા ના તાલેપુરા અને નવાવાસ ગામ ખાતે વાલ્મીકી સમાજ ને સ્મશાન ભૂમિ માટે અન્યાય……
તાત્કાલિક જમીન નહિ મળે, ત્યાં સુધી લાશ ની અંતિમવિધિ નહિ કરવાની સમાજ લોકો ની ચીમકી….
ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ખાતે આવેલ નવાવાસ ગામ ના વાલ્મીકી સમાજ ના લોકો દ્વારા શબ મામલતદાર કચેરી ખાતે લઈ આવતા, મામલો ગરમાયો હતો.
દાંતા તાલુકા ના નવાવાસ ગામ ખાતે વસતા વાલ્મીકી સમાજ ના લોકો દ્વારા સ્મશાન ભૂમિ ની માંગ છેલ્લા ઘણા સમય થી કરાઇ રહી છે જે માટે તલાટી ,ગ્રામ પંચાયત , સહિત મામલતદાર શ્રી સુધી અનેકોવાર રજૂઆતો કરવા છતાં પણ સ્મશાન ભૂમિ ની ફાળવણી અંગે કોઈ નિર્ણય ના લેતા વાલ્મીકી સમાજ ના લોકો ને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવતો હતો .જેના લીધે આ સમાજ ના લોકો ને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.
ત્યારે આજ રોજ વાલ્મીકી સમાજ ના એક માણસ નું આકસ્મિક મૃત્યુ થતા લાશ ને દફનાવવા માટે જગ્યા ના મળતા વાલ્મીકી સમાજ રોષે ભરાયો હતો અને શબ ને લઈ મામલતદાર કચેરી દાંતા ખાતે આવી પહોચી
“ડેડ બોડી ને ન્યાય આપો ” ,તેમજ
“પ્રશાસન મુર્દાબાદ” જેવા નારા લગાવી ,તાત્કાલિક સ્મશાન ભૂમિ ની માંગ પૂરી કરવા ઉગ્ર દેખાવો કર્યા હતા. આ સમગ્ર બાબતે નવાવાસ ગામ ના વાલ્મીકી સમાજ ના આગેવાન દ્વારા તાત્કાલિક સ્મશાન ભૂમિ ની માંગ પૂરી કરવા માંગ કરાઈ રહી છે ,હો તેમ નહીં થાય તો શબ ની અંતિમવિધિ નહિ કરાય તેવી ચીમકી અપાઈ છે .
અહેવાલ…. અમિત પટેલ અંબાજી