Latest

આણંદ જિલ્લામાં તા. ૧૬ મી જાન્યુઆરી સુધી સભા-સરઘસબંધી અને હથિયારબંધી

આણંદ, મંગળવાર :: ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ.દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂએ બહાર પાડેલ જાહેરનામા મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં આગામી તા. ૧૬/૦૧/૨૦૨૪ સુધી હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે ફરવા ઉપર, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે ફરવા ઉપર મનુષ્યો અથવા શબ તેમજ પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી બીભત્સ સુત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા ઉપર, સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા તેમજ દેશ વિરોધી નારાઓ પોકારવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય અથવા જે ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *