Latest

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – ૩૫ મો દિવસ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે
આણંદ જિલ્લાના કોઠીયા ખાડ, નાની શેરડી, અને નવાખલ ગામમાં પરિભ્રમણ

આણંદ, મંગળવાર :: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહયાં છે.

આણંદ જિલ્લામાં આજે તા. ૦૩/૦૧/૨૦૨૪ ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩૫ માં દિવસે યાત્રાનો રથ બોરસદ તાલુકાના કોઠીયા ખાડ અને નાની શેરડી તથા આંકલાવ તાલુકાના નવાખલ ખાતે પહોંચશે. આ રથના માધ્યમથી ગ્રામજનોને ગામો ખાતે જ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ આપવામાં આવશે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *