Latest

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવીણ રામની કરી નિમણૂક

પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ

પ્રવિણ રામના નેતૃત્વમાં ખેડૂતોની લડાઈ વધારે મજબૂત બનશે

2012 થી ગુજરાતના ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો, આશા બહેનો તેમજ ફાર્માસિસ્ટો માટે સતત આંદોલનો કરી લાખો યુવાનોને ન્યાય અપાવ્યો, હવે ખેડૂતોના હકની લડાઈ લડશે પ્રવીણ રામ

2016 ગીરમાં ઇકોઝોનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા પ્રવિણ રામે માત્ર 25 વર્ષની ઉમરે ખેડૂતો માટે લડાઇ લડવાની શરૂઆત કરી દીધી હતી

પ્રવિણ રામે 45 દિવસ સુધી પ્રતીક ઉપવાસ અને ત્યારબાદ સતત 14 દિવસ આમરણ ઉપવાસ કરી સરકારને ખેડૂતોની માંગણીઓ માનવા મજબૂર કરી હતી

2019ની આસપાસ કેશોદ ખાતે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે થયેલી નુકસાનીનું વળતર આપવા માટે પ્રવીણ રામે ખેડૂતોની એક વિશાળ રેલી કાઢી હતી

2020 આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ પ્રવિણ રામે સતત ખેડૂતોના બિયારણ, ખાતર, વીજળી, પાણી, નુકશાનીના વળતર, દેવા માફી જેવા મુદ્દાઓને લઈને સતત લડાઈ ચાલુ રાખી

2024માં ફરીથી ખેડૂતોની વિરુદ્ધમાં ગીરમાં ઇકોઝોન જેવા કાળા કાયદાને પસાર કરવાનો પ્રયત્ન થતા પ્રવિણ રામે સતત 6 મહિના સુધી ખેડૂતો માટે લડાઇ લડી, ખેડૂત વિરોધી ઇકોઝોન જેવા કાળા કાયદાને ફરીથી અટકાવી ખેડૂતોને ન્યાય અપાવ્યો

2025માં ખેડૂત નેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતોના પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એ માટે સતત 14 દિવસની પદયાત્રા મારફત 45 ગામડાઓનો પ્રવાસ કરી ઘેડના ખેડૂતોના મુદ્દાને ઉઠાવવાનું કામ કર્યું

2025માં બોટાદ ખાતે કડદાના વિરુદ્ધમાં આંદોલનમાં ખેડૂતોને ન્યાય અપાવવાના પ્રયત્નમાં ખેડૂત નેતા પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવી

અમદાવાદ/ગીર સોમનાથ/જુનાગઢ/દેવભૂમિ દ્વારકા/પોરબંદર/સુરેન્દ્રનગર/ગુજરાત

આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના  પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે.

પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં  ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પદે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તમામ ફ્રન્ટના સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવ્યા છે.  આજે આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેનાથી ગુજરાતમાં ખેડૂતોની લડાઈ વધુ મજબૂત બનશે અને ખેડૂતોને ન્યાય  અપાવવાનો અવાજ વધુ બુલંદ બનશે.

પ્રવિણ રામ ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે 2012થી ગુજરાતના ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો, આશા બહેનો તેમજ ફાર્માસિસ્ટો માટે સતત આંદોલનો કરી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ કર્યું. લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડાઈ લડી એમનો પગાર વધારવાનું કામ તેમજ આશા બહેનોનો પગાર વધારવાનું કામ , કોન્ટ્રાકટ ,આઉટસોર્સ, આંગણવાડી બહેનો માટે લડાઇ લડવાનું કામ, સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ પ્રવીણ રામે કર્યું. ગુજરાતના યુવાનોની લડાઈની સાથે સાથે પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 2016 થી લડાઈ લડવાનું પણ શરૂ કર્યું હતું.

1) 2016 ગીરમાં ઇકોઝોનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા પ્રવિણ રામે માત્ર 25 વર્ષની ઉમરે ખેડૂતો માટે લડાઇ લડવાની શરૂઆત કરી દીધી, ખેડૂતો માટે ઇકોઝોન સામેની લડાઈમાં પ્રવિણ રામે ખેડૂતોની વિશાળ રેલીઓ તેમજ ઉપવાસના માધ્યમથી સતત દોઢ વર્ષ સુધી લડાઈ લડી, ખેડૂતોને આ ઇકોઝોન જેવા કાળા કાયદાથી બચાવ્યા, આ ખેડૂતોની લડાઈ માટે માત્ર 25 વર્ષના યુવાન એવા પ્રવિણ રામે 45 દિવસ સુધી પ્રતીક ઉપવાસ અને ત્યારબાદ સતત 14 દિવસ આમરણ ઉપવાસ કરી સરકારને ખેડૂતોની માંગણીઓ માનવા મજબૂર કરી હતી.

2) ત્યારબાદ 2019ની આસપાસ કેશોદ ખાતે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે થયેલી નુકસાનીનું વળતર આપવા માટે ખેડૂતોની એક વિશાળ રેલી કાઢી હતી.

3) ત્યારબાદ 2020 માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ પ્રવિણ રામે સતત ખેડૂતોના બિયારણ, ખાતર, વીજળી, પાણી, નુકશાનીના વળતર, દેવામાફી જેવા મુદ્દાઓને લઈને સતત લડાઈ ચાલુ રાખી .

4) ત્યારબાદ 2024માં ફરીથી ખેડૂતોની વિરુદ્ધમાં ગીરમાં ઇકોઝોન જેવા કાળા કાયદાને પસાર કરવાનો પ્રયત્ન થતા પ્રવિણ રામે સતત 6 મહિના સુધી ખેડૂતો માટે લડાઇ લડી ખેડૂત વિરોધી ઇકોઝોન જેવા કાળા કાયદાને ફરીથી અટકાવી ખેડૂતોને ન્યાય અપાવ્યો.

5) 2025માં ખેડૂતનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતોના પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એ માટે સતત 14 દિવસની પદયાત્રા મારફત 45 ગામડાઓનો પ્રવાસ કરી ઘેડના ખેડૂતોના મુદાને ઉઠાવવાનું કામ કર્યું.

6) ત્યારબાદ 2025માં બોટાદ ખાતે કડદાના વિરુદ્ધમાં આંદોલનમાં ખેડૂતોને ન્યાય અપાવવાના પ્રયત્નમાં ખેડૂત નેતા પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવી.

આમ 2012થી ગુજરાતના યુવાનો અને કર્મચારીઓ માટે અને 2016થી ગુજરાતના ખેડૂતો માટે સતત લડાઈ લડતા એવા પ્રવિણ રામને આમ આદમી પાર્ટીએ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે હવે ગુજરાતના કિસાન વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, ત્યારે હવે ગુજરાતમાં પ્રવિણ રામના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની લડાઈ વધારે મજબૂત બનશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *