સંવેદના ડેવલપમેન્ટ અને યુવા કોળી સમાજ ના પ્રમુખ રસિકભાઈ ચાવડા નાં શુભ જન્મ દિન ‘અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ, વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું…!’
ઊના તા.૭/૧/૨૪ ને રવિવારે મ ભીમપરા કોળી સમાજની ચોરામાં, સંવેદના ગ્રુપ ના પ્રમુખ રસિકભાઈ ચાવડાના શુભ જન્મ દિન નિમિત્તે, તેમના આયોજન થી તેમજ ઊનાની સંજીવની લેબોરેટરીના સહયોગ તથા ઊનાનાં નામાંકિત ડૉકટરોના સંકલનથી સવારે ૧૦:૦૦ થી૧:૩૦ સુધી ખૂબ સુંદર રીતે સર્વ રોગ નિદાન કેમ્પનું તથા વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું!
આ કેમ્પમાં સર્વ શ્રી ડૉ.મુકેશભાઈ બલદાણીયા એમ. ડી ., ડૉ.હાર્દિક કપોપરા એમ. એસ.ઓર્થો ., ડૉ. કિંજલબેન-બાળ રોગ, ડૉ.હાર્દિક ચારણીયા કાન નાક ગળા ના નિષ્ણાત, ડૉ.સિદ્ધાથૅ ગુજ્જર દાંત ના ડોક્ટર, ડૉ.ચિંતન ધોળકીયા – આંખ સર્જન, ડૉ.ભક્તિબેન સોની -ગાયનેક, ડૉ.ગ્રીસાબેન મનાણી-ચામડી રોગ તથા ડૉ.ચિરાંગી બેન – ફિજીયો. એ સુંદર રીતે સેવા બજાવેલ હતી. ડો.હાર્દિક ચારનીયા (આંખ નાક ગળા ના ડોકટર)એ તમામ દર્દી ઓ ને પોતાના ખર્ચે તમામ દવાઓ વિનામુલ્યે આપી હતી.
ખરેખર દરેક શિક્ષિત વ્યક્તિ આ રીતે પોતાનો જન્મદિવસ ઊજવે તો સમાજ ઉન્નતિના પંથે જરૂર આગળ વધે જ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી..!
આ પ્રસંગે શ્રીમાન રસિકભાઈ ચાવડાનાં આમંત્રણથી તેમના ધર્મપત્ની મેઘના બેન, મોટા ડેસરનાં ભરતભાઇ શિંગોડ, શાંતિલાલ કીડેચા, સ્વામિનારાયણ ગુરુકુલ ઊનાનાં આચાર્યશ્રી કરશનભાઈ કિડેચા, શ્રી હિતેષદાદા, ભગવાનભાઈ ડાંગોદરા તથા માવજીભાઇ વાઢેરે પોતાની હાજરી આપી હતી.
આ પ્રસંગે ભરતભાઈ શિંગોડે તથા રસિકભાઈ ચાવડાએ પોતાની હૃદયની લાગણીઓ વ્યક્ત કરી હતી તેમજ શિક્ષકશ્રી નારણભાઇ કીડેચાએ રસિકભાઈ ચાવડાનાં જન્મદિન અનુસંધાને પોતાનાં સ્વરચિત કાવ્ય દ્વારાં પોતાનાં હૃદયની શુભેચ્છાઓ પાઠવી હતી..! તેમજ લોકોને વ્યસનોથી દૂર રહેવા હાકલ કરી હતી.
આ કેમ્પને સફળ બનાવવા રસિકભાઈ ચાવડા,પાર્થ ચાવડા,મહેશ બારીયા, જ્ય ચાવડા સંજીવની લેબોરેટરીના સંચાલકશ્રી દિક્ષિતભાઈ કીડેચા તથા સમગ્ર સ્ટાફે ,તમામ ડૉકટરશ્રીઓએ તથા તેમનાં સ્ટાફે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી નારણભાઈ બચુભાઈ કીડેચાએ કર્યું હતું.