કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગીર સોમનાથ દ્રારા તાઃ-૧૦-૦૧-૨૦૨૪ ના રેજ પ્રાકૃતિક કૃષિ મેળો-વિટેકનોલેજી પ્રદર્શન અને પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષશ્રી શ્રી રાજીવ જેન, યુનિટ હેડ, એસીએલ-અંબુજાનગર, શ્રી જીતુભાઈ પરમાર, પ્રમુખ તાલુકા પંચાયત-કોડીનાર, શ્રી વિશાલભાઈ ગાધે, તાલુકા પંચાયત ઉપપ્રમુખ-કોડીનાર, શ્રી અરવિંદમ ગૌસ્વામી, એચઆર હેડ, એસીએલ-અંબુજાનગર, શ્રી ડી.એસ.ગઢીયા,ના.ખે.ની. (વિસ્તરણ) અને પ્રોજેકટ ડાયરેકટર, આત્મા, ગીર સોમનાથ, શ્રી ડી.બી.વઘાસિયા, રીજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, એસીએફ-અંબુજાનગર, શ્રી નિલેશ ચાવડા, ઈન્ચાર્જ જીલ્લા ખેતીવાડી અધિકારી-ગીર સોમનાથ, શ્રી એ.એમ.કરમુર, નાયબ બાગાયત નિયામકશ્રી-ગીર સોમનાથ, શ્રી મનુભાઈ ગોહિલ, સાબરમતી આશ્રમ ગેંશાળા-કોડીનાર, શ્રી જતીનભાઈ દૂધાત અને શ્રી ઠાકરશીભાઈ ધાનાણી વગેરે મહેમાનશ્રીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રીએ ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શ્રી એ.એમ.કરમુર એ ગુજરાત રાજયની બાગાયત ખાતાની સરકારશ્રીની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષશ્રી શ્રી રાજીવ જૈન એ સર્વોને વિકસીત ભારત બનાવવા માટે સ્વચ્છતા, પાણી સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યા હતો.
પ્રગતિશીલ ખેડૂતશ્રી ઠાકરશીભાઈ ધાનાણી એ પ્રાકૃતિક કૃષિ અન્વયે પોતાના અનુભવો વિશે માહિતગાર કર્યા હતા. શ્રી ડી.એસ.ગઢીયા એ પ્રાકૃતિક કૃપિની આવશ્યક્તા અને તેના ઘટકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પરૂ પાડયુ હતુ. પ્રગતિશીલ ખેડૂતશ્રી જતીનભાઈ દૂધાત એ પ્રાકૃતિક કૃષિ અન્વયે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. શ્રી ડી.બી.વઘાસિયા એ કેવીક અને એસીએફ દ્રારા પ્રાકૃતિક કૃષિ અનવ્યે કરવામાં આવતી પ્રવૃતિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો.
શ્રી મનુભાઈ ગોહિલ એ પ્રાકૃતિક ખેતીમાં પશુપાલનના મહત્વ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતિ શ્રી મનીપ બલદાણીયાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનુ સફળ સંચાલન કેવીકેના પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશ રાઠોડએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૪૨ જેટલા જુદા-જુદા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે અને જુદી-જુદી ટેકનોલોજીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાંથી અંદાજીત રૂા.૩,૦૦,૦૦૦/- નુ વેચાણ જુદા-જુદા સ્ટોલ ધારકો દ્રારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ૨૩૧૫ થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કેવીકે, એસીએફ, બીસીઆઈ, સોરઠ મંડળી, આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીની ટીમના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.