સાધુ સંતોએ ધર્મ સભાના રામ મંદિર ને લઈ સભા સંબોધી
ગારીયાધાર તાલુકા વિસ્તારમાં ગારીયાધારની પટેલ વાડી ખાતે હાલ હિંદુ ધર્મના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ નું મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ધર્મ સભા યોજાઈ હતી . તેમાં સમગ્ર ધર્મસભામા સર્વ સમાજના લોકોએ હાજરી આપી હતી . .
આ તકે વિવિધ આશ્રમના મહંત અને સાધુઓ પણ હાજર રહ્યા હતા . આ તકે ખાસ કરીને ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ હિંદુ ધર્મની એકતાને લઈ સભા સંબોધી હતી .
જેમાં બાપુ દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને હિંદુ થવા પર ભાર આપ્યો હતો . આ બહોળા પ્રમાણમાં લોકોએ ધર્મ સભામાં હાજરી આપી હતી . .
આમ રામ મંદિરની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈ લોકો ધાર્મિક રીતે ઉત્સવમયી વાતાવરણ ઉજવે તેવું કહ્યું હતું .
સાથે જ 500 વર્ષ બાદ વનવાસ પૂર્ણ કરીને નિજ મંદિરમાં આવી રહ્યા હોય ત્યારે ભજનાનંદ આશ્રમના મહંત દ્વારા કાર સેવકોના બલિદાનને યાદ કર્યા હતા .
સાથે RSS ને ભારત અને દુનિયાનું સૌથી મોટું સંગઠન કહ્યું હતું .આ તકે મહંત જ્યદેવ શરણદાસજી અને મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ તકે સાધુ સંતો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા .
રિપોર્ટ મહેશ ગોધાણી ગારીયાધાર