bhavnagarLatest

પટેલ વાડી ખાતે રામ મંદિરને લઈ ધર્મસભા યોજાય

સાધુ સંતોએ ધર્મ સભાના રામ મંદિર ને લઈ સભા સંબોધી

ગારીયાધાર તાલુકા વિસ્તારમાં ગારીયાધારની પટેલ વાડી ખાતે હાલ હિંદુ ધર્મના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ નું મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ધર્મ સભા યોજાઈ હતી .  તેમાં સમગ્ર ધર્મસભામા સર્વ સમાજના લોકોએ હાજરી આપી હતી  . .

આ તકે વિવિધ આશ્રમના મહંત  અને  સાધુઓ પણ હાજર રહ્યા હતા . આ તકે ખાસ કરીને ભજનાનંદ આશ્રમના મહંત  આત્માનંદ સરસ્વતી બાપુએ હિંદુ ધર્મની એકતાને લઈ સભા સંબોધી હતી .

જેમાં બાપુ દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને હિંદુ થવા પર ભાર આપ્યો હતો . આ બહોળા પ્રમાણમાં લોકોએ ધર્મ સભામાં હાજરી આપી હતી . .

આમ રામ મંદિરની 22 તારીખે  પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈ  લોકો ધાર્મિક રીતે  ઉત્સવમયી વાતાવરણ ઉજવે તેવું કહ્યું હતું .

સાથે જ 500 વર્ષ બાદ વનવાસ પૂર્ણ કરીને નિજ મંદિરમાં આવી રહ્યા હોય ત્યારે ભજનાનંદ  આશ્રમના મહંત દ્વારા કાર સેવકોના બલિદાનને યાદ કર્યા હતા .

સાથે RSS ને ભારત અને દુનિયાનું સૌથી મોટું સંગઠન કહ્યું હતું .આ તકે મહંત જ્યદેવ શરણદાસજી અને  મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ તકે સાધુ સંતો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા .

રિપોર્ટ મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *