Latest

શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

મહાશક્તિ યજ્ઞ, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા: 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો

શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. આજ રોજ પોષસુદ પુનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો હતો. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પુનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત  અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં 55 થી વધારે યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લ્હાવો લીધો હતો. માતાજીના પ્રાગટય દિવસના અનુસંધાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ભવ્ય જ્યોતયાત્રા શોભાયાત્રા યોજાઈ હતી. અને ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરવામાં આવી હતી.

શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ જેમાં વિવિધ પ્રકારના રથો જોડાયા હતા. તો શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું તેમજ ચાચરચોકમાં બુંદીના પ્રસાદનું  વિતરણ કરવામાં આવ્યું હતું. પોષ સુદ પૂનમને શાક્મ્બરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત અંબાજી મંદિરમાં શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો.

તેમજ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં માઇભક્તો માટે નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા  સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.

મા અંબાના પ્રાગટય દિવસનો ઉત્સવ માઇ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટનાં વિવિધ સોશ્યલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *