bhavnagarBreaking NewsCrimeGujarat

ભરુચ જીલ્લાના ઉમલ્લા તથા રાજપારડી પોલીસ સ્ટેશનમાં છોકરી બતાવી સગાઈ કરી લગ્ન કરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ મેળવી લગ્ન નહી કરાવી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરી છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા મહીલા સહીત કુલ ૦૨ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

આજરોજ તા.૦૪/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સબબ પેટ્રોલીંગ માં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે,ભરૂચ જીલ્લાના ઉમલ્લા પો.સ્ટે.ગુ.ર.નં.૦૫૬૯/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ તથા ભરૂચ જીલ્લાના રાજપારડી પો.સ્ટે.ગુ.ર.નં.૦૬૯૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓ (૧) પ્રવિણ બચુભાઈ ગાબાણી રહે.ગામ અંભેલ તા.વાગરા જી.ભરૂચ અને (૨‌) સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલભાઈ અંટોલભાઈ વસાવા રહે.જુનાઘાટા,તા.નાંદોદ જી.નર્મદાવાળાઓ ભાવનગર,રુપમ ચોક,ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ પાસે ઉભેલ હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપીઓ હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતા નીચે મુજબના ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું જણાય આવતા કાયદેસરબી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી ભરુચ જીલ્લાના ઉમલ્લા પો.સ્ટેમાં જાણ કરવામાં આવેલ.

નાસતાં-ફરતાં આરોપીઓ
1. પ્રવીણભાઇ બચુભાઇ ગાબાણી ઉ.વ.૪૭ રહે. ગામ અંભેલ તા.વાગરા જી.ભરુચ
2. દેવીલાબેન ઉર્ફે દેવલી ઉર્ફે સ્નેહાબેન ઉર્ફે ગીતા અનીલભાઈ અંટોલભાઈ વસાવા ડો/ઓ સેનીયાભાઈ વસાવા વા/ઓ જગદિશભાઈ વસાવા ઉ.વ.૪૧ રહે. ગામ જુનાઘાટા ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા

પકડવાના બાકી ગુન્હાની વિગત :-
1. ભરૂચ જીલ્લાના ઉમલ્લા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૬૯/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪
2. ભરૂચ જીલ્લાના રાજપારડી પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૯૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪

આરોપીનો ગુનાહીત ઈતિહાસ
1. સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૫૬/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૨૦, ૧૨૦ બી
2. ભાવનગર નિલમબાગ પો.સ્ટે ગુ.ર.નં.૧૫૬૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઈન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફ નાં યુસુફખાન પઠાણ,પાર્થભાઈ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા,મિનાજભાઈ ગોરી,જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *