bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટી ની બેઠક યોજાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.કે.મહેતાએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત ગેરકાયદેસર રોકડ અને નશીલા પદાર્થો સહિતની બાબતો પર દેખરેખ રાખવા તથા ECI ની SOP મુજબ અમલવારી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી.

આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ.સોલંકી,પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજાવર,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.આર.એન.ચૌધરી વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *