10મો દિવસ વાઘા બોડૅર અને 11 દિવસે જમ્મુમાં કથા ગાન થયું
જમ્મુ (તખુભાઈ સાંડસુર દ્રારા)
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ના આજે આ યાત્રા 10 દિવસે તા 19/10 વાઘા બોર્ડર અને 11 માં દિવસે તા 20/10 ના જમ્મુમાં પહોંચી હતી. વાઘા બોર્ડરમાં રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને બાપુએ જવાનોને તેમની શોર્યભક્તિને વંદન કર્યા હતાં.
વાઘા બોર્ડર અટારીમા પૂ મોરારિબાપુ બાપુએ કહ્યું કે નારાયણ અમૃત બિંદુ સરોવર છે.પણ અહીં પંજાબમાં અમૃત સરોવર છે.ગ્રંથ નિષ્ઠા નાનકડી પરંપરા જેવી ક્યાંય નથી.શૌર્ય અહીં છે પણ તે ગ્રંથ પાસે ગાય જેવા રાંક છે.ગ્રંથને ગુરુ સ્થાન અપાયું છે એ ખૂબ મોટી વાત છે તુલસીદાસે કર્યું છે.માનસ જનક માનસ અમૃતની કથા અમૃતસરમાં કથા કરી છે.અહી ચાર દ્વાર છે રાજ દ્રાર, રણજીત સિંહે રાજ માર્ગ બતાવ્યો છે.સ્વર્ગ દ્વાર, મુક્તિ દ્વાર આ સ્વસ્તિક પંજાબનું છે.જેના કેન્દ્રમાં ગુરુદ્વાર છે.કેન્દ્રનુ કેન્દ્ર ગ્રંથ સાહેબ છે.એક ઓમકાર સતનામ છે.
સત્ય સમાન કોઈ ધર્મ નહીં.મૌન સમાન કોઈ તપ નહીં.વિવેક વિચાર સમાન કોઈ જ્ઞાન નહીં.કોને ઝુકાવવા નથી પણ ઝુકી જવું છે.ગુરુ દષ્ટિથી અવલોકન કરીએ છીએ.ત્યાગ સમાન શાંતિ નથી.જપ સમાન કોઈ યજ્ઞ નહીં.ક્રોધ સમાન અગ્નિ નહી.નિદા સમાન કોઈ નર્ક નહીં.શ્રેષ્ઠનો સ્વીકાર સૌથી મોટો વૈરાગ્ય.મહોબ્બત સમાન કોઈ મંઝીલ નથી.યોગ અને ભોગ સ્વતઃ છે અને તે રામ નામથી થાય છે.ગાળિયો નાંખે તે ગુરુ નહીં પણ ગાળિયો કાઢે તે ગુરુ.
જમ્મુના રઘુનાથ મંદિરની છાયામાં 11 મા દિવસે મંગળવારે પૂ મોરારિબાપુ એ કહ્યું કે આપણે જવાનોનું સન્માન કરીએ છીએ.હુ સૈન્યને વંદન કરું છું.આપણે તેના કારણે સલામત છીએ.વ્યક્તિની જેમ રાષ્ટ્રનો સ્વભાવ હોય છે જે અકારણ વિવાદ કરે છે. સબ વિધિ સાધુ એટલે પૂર્ણ અને તેનો પહેલો સ્વભાવ શાંતિ છે.
કશ્મિરમા ઉપનિષદિય સ્વસ્તિકનો અનુભવ થાય છે.રજોગુણ,તમોગુણને પ્રવેશ ન કરવા દે તે ભરત છે.શાંતિ સાધુની શક્તિ છે.કોઈનુ પતન કરવાનો પ્રયાસ કરે તે ભક્તિથી વિમુખ છે.વિરતી સબ વિધી સાધુનુ લક્ષણ છે.માતૃ દેવો ભવ,પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એ જમ્મુ -કાશ્મીરનું તિલક છે.
















