bhavnagar

પાલિતાણાના કદંમગીરી કોલાંબાધામ ડુંગર પર કમળાઈ માતાજી ઉતાસણી પર્વ નું આયોજન

તા.24.3 .2024 ને રવિવારે કમળા ઉતાસણી પ્રગટ્યમ અને ભવ્ય લોક ડાયરો પાલીતાણા તાલુકાના કદમગીરી ડુંગર પર આવેલ કમળાઇમાતાજીનું મંદિર કે જે કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 24 માર્ચને રવિવારે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવશે,

આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. જ્યાં પૂજ્ય મોરારીબાપુ ની કૈલાસ કુટીર આવેલ છે જ્યાં રવિવારે કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

ભાવનગર જીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે કામળીયાવાડ યુવા ગ્રુપ દ્વારા રવિવારે રાત્રિના ૯ -૦૦ કલાકે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવિયું છે. જેમાં સુપ્રસિધ્ધ સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ ,બિરજરાજ ગઢવી ,શૈલેષ મરાજ, રણજીતભાઈ વાંક, ઉદયભાઈ ધાંધલ , ભરતભાઇ બોરીચા, જયદીપ ખુમાણ, વિરાજ કામળિયા સહિતના નામી કલાકારો ઉપસ્થિત રહશે.

ત્યારે તા.24 માર્ચને રવિવારે સવારે ૬-૩૦ કલાકે મંગળ આરતી, સવારે ૧૧-૦૦ કલાકથી પ્રસાદ અને સાંજે ૭-૦૦ કલાકે ઉતાસણી પ્રાગટ્ય અને રાત્રિના ૯-૦૦ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

હોળી ધૂળેટીના તહેવારો શરુ થઈ ગયા છે, જેમાં હોળી નો આગળ નો દિવસ કમળા હુતાસણી નો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવે કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજી મંદિર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે,

અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહી કમળાઈમાતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામો માંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી અને હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આજુબાજુના ગામના નવ પરણિત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળ ની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે.

કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવી એ ફાગણ સુદી ૧૪ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે.

આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે.

ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. પણ 60-70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાત ના 222 રજવાડા નું એક ગામ છે જેમના તાલુકદાર દરબારશ્રી વાજસુર રાવત કામળિયા ના અનેક ધાર્મિક અને સામાજિક કાર્ય ની ધરોહર છે

ગામનુ નામ બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે. કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે. આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસબાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. તેજ આ પહાડ સંસ્કૃતમાં કૌલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો ડુંગર પણ કહે છે.

અહી વર્ષો પહેલા પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો. તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વિપ તથા અઢીદ્વિપના નામે ઓળખાય છે. કહેવાય છે કે જયાં સમુદ્ર મંથક કરવામાં આવ્યુ હતુ તેજ આ જગ્યા છે કે જયાં મહાલક્ષ્મીનો પાદુર્ભાવ સૌપ્રથમ આ જગતમાં થયો હતો.

સ્થાનકે ભાવિકો માટે 2009 ના આસો સુદ 8થી પ્રસાદ વિતરણ શરૂ કરાયેલ છે. જે આજ સુધી અવિરત ચાલુ છે. જેનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે.માત્ર આજના દિવસે જ નહી પરંતુ કમળાઈ માતાજીના દર્શનેકાયમી ભાવિકો નો પ્રવાહ અવિરત રહે છે.

પાલીતાણા અને કદમગીરી આવતા જૈન યાત્રિકો પણ આહી માતાજીના દર્શન કરવા અચૂક આવે છે. કુદરતી સોંદર્ય વચ્ચે ડુંગરોની કોતરમાં બિરાજમાન કમળાઈ માતાજી ના દર્શન માત્ર થી ભાવિકો અભિભૂત થતા હોઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કામળિયા દરબારો ના બાર ગામો છે..અને મહત્વ ની નોંધવા જેવી બાબત અહીં 16 મી સદી માં માતંગદેવ અહીં દર્શન અર્થે આવેલ કચ્છ થી તે અખાત્રીજ ના દિવસે અહીં આવેલ જેથી અહીં દર વર્ષે અખાત્રીજ અહીં મેળો પણ ભરવામાં આવે છે.. એમની યાદ માં આ ઉપરાંત 18 વર્ણ આ માતાજી ને માને છે…આ માતાજી નું જ્યાં સ્થાનક છે તે ડુંગર ને કોલંબો ડુંગર તરીકે ઓળખાય છે ..અને મહત્વ ની વાત એ છે કે અહીં જ્યારે….

હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે..છેક મુંબઇ સુધી ના લોકો થાળી માં પાણી રાખે તો તેમને આ હોળી ના દર્શન પણ થાય છે આ ઉપરાંત આ પર્વ કામળિયા દરબારો અને માતાજી ને માનનાર દરેક વર્ણ માટે અને કામળિયા ગોર માટે અતિ મહત્વ નું હોઈ છે નવદંપતી અહીં ફરજીયાત દર્શન કરી હોળી ફરતા આંટા લે છે અને…એમના ભાણેજ પણ આ પરંપરા ને નિભાવે છે….આ ઉપરાંત 365 દિવસ અહીં સતત અન્નસક્ષેત્ર(ભોજન)) ચાલુ રહે છે.

આ વર્ષે તા. 24 માર્ચને રવિવારે કમળાઇ માતાજી ઉતાસણી પર્વ ઉજવાશે. તે દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, આ તમામ ને ત્યાં ફરિજિયાત ભોજન કરાવવામાં આવે છે આ સમગ્ર આયોજન શ્રી કમળાઈ માતાજી મંદિર ટ્રસ્ટ અને , કામળીયાવાડ યુવા ગ્રુપ દ્રારા આયોજન કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

1 of 45

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *