પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારીઓ/માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૨૭/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.મનદિપસિંહ ગોહિલ તથા પો.કો.વિશ્વજીતસિંહ ઝાલાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના ભાવનગર જિલ્લા જેલમાં રહેલ વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામના કેદી હિંમતભાઇ ઉર્ફે ખત્રી જોધાભાઇ ચુડાસમા ભાવનગર,બસ સ્ટેન્ડ ખાતે હાજર છે.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં વચગાળાની રજા પરથી ફરાર કાચા કામના કેદી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગર જિલ્લા જેલમાં સોંપી આપવામાં આવેલ.
વચગાળાના જામીન પરથી ફરાર કેદીઃ- હિંમતભાઇ ઉર્ફે ખત્રી જોધાભાઇ ચુડાસમા ઉ.વ.૨૮ રહે.માતલપર તા.જેસર જી.ભાવનગર
ગુન્હાની વિગત :-
ભાવનગર, બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૦૦૪૯૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૧૪૭, ૧૪૮, ૧૪૯,૩૬૪,૧૨૦ બી તથા જી.પી.એકટ કલમઃ-૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમઃ-૩(૨)(૫) વિગેરે મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ,મનદિપસિંહ ગોહિલ,વિશ્વજીતસિંહ ઝાલા જોડાયાં હતાં.