જામનગર, સંજીવ રાજપૂત: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા શહેરમાં સેતાવડ ખાતે અદ્યતન ફિઝિયોથેરેપી સેન્ટર તથા ડેન્ટલ કેર ક્લિનિકની સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. આ તબ્બકે વિશેષ થી મિશન હેલ્થની ટિમ દ્વારા વિવિધ સ્નાયુ અને કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક ડાયોગ્નાઈઝ (નિદાન) કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
આશરે ૭૦ થી વધુ દર્દીઓ એ તેનો લાભ લીધો હતો. કમરની દરેક તકલીફ નું નિરાકરણ ઓપરેશન નથી, યોગ્ય ફિઝિયોથેરેપી થી પણ તેનું નિરાકરણ આવી શકે, અને આ પ્રયાસ અર્થે આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ખાસ વિશેષ થી ગુલાબકુંવરબા ઇન્ફ્રન્સ્ટ્સ વેલ્ફેર એસોસિયેશન, સેતાવાડ ખાતે અદ્યતન ફિઝિયોટેરેપી તથા ડેન્ટલ કેર સેવા પ્રદાન કરવામાં આવી રહી છે.
જેનો વધુ માં વધુ લાભ લેવા પણ લોકો ને અનુરોધ કરવામાં આવેલ.
આ તબ્બકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પ્રેસિડન્ટ બિપીનભાઈ ઝવેરી, વાઇસ ચેરેમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ શાહ, ડો કલ્પનાબેન ખઢેરિયા, પિંક ફાઉન્ડેશન તથા શ્રી ઉર્મિબેન મહેતા ફિઝિયોથેરેપી સેન્ટર ના મુખ્ય દાતા શેતલબેન શેઠ, ડિઝાસ્ટરે મેન્જમેન્ટ કમિટી ના ચેરમેન ભાર્ગવ ઠાકર, સહિત તજજ્ઞ તબીબો ડો. ધ્યેય કેશોર, ડો. રેશમાબેંન સોની, નીરવભાઈ શુક્લ, મિશન હેલ્થ ના ડાયરેકટર ડો ગૌરાંગ મહેતા અને તેની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં આશરે ૭૦ જેટલા દર્દીઓએ ક્રિટીકલ સમસ્યાઓ મુદ્દે નિદાન મેળવ્યું હતું.