Latest

વધુ મતદાન થાય તે માટે ગ્રામીણ સ્તરે શરૂ કરવામાં આવી “ચુનાવ પાઠશાળા”

પાલનપુર, સંજીવ રાજપૂત: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોને મતદાનના દિવસે મત અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

મતદાન વધે તે માટે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વીપ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા વાવ તાલુકાના નવાવાસ ખાતે “ચુનાવ પાઠશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાઠશાળામાં ગ્રામીણ વિસ્તારના લોકોને એકત્ર કરીને જ્યાં ઓછું મતદાન હોય ત્યાં મતદાન વધે તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મતદાન વધે તે માટે લોકોને એકત્ર કરીને મતદાન જાગૃતિની આ પ્રવૃત્તિને “ચુનાવ પાઠશાળા” નામ આપવામાં આવ્યું છે. આ પાઠશાળામાં ગ્રામીણ સ્તરે મોટી સંખ્યામાં લોકો મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન વધે તે માટે જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત જિલ્લાના વિવિધ પેટ્રોલપંપ પર હોર્ડિંગ્સ દ્વારા નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. પેટ્રોલપંપ પર ઇંધણ ભરાવવા આવતા લોકો આ પ્રવૃત્તિમાં સહભાગી બની મતદાનના દિવસે મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ થઈ રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *