Crime

તળાજા ભાવનગર રોડ પરથી ચોરાયેલ મોટરસાયકલ સાથે ઘોઘા તાલુકાનો આરોપી ઝડપાયો

કિંમત ૨૫,૦૦૦/-ના ચોરી થયેલ મોટર સાયકલ સાથે આરોપી ને ઝડપી પાડતી ભાવનગર ક્રાઈમ બ્રાંચ ટીમ

ટીમ ને બાતમી મળેલ ભાવનગર કાળીયાબીડ નજીક એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને ઉભો છે ટીમ ત્યા પહોંચી મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય

જેથી આ મોટર સાયકલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરતા આરોપી એ કબુલાત આપેલ કે ભાવનગર-તળાજા રોડ ભાંગલી ગેટ પાસે આવેલ મહાલક્ષ્મી ડાયનીંગ હોલની બાજુમાં આવેલ સોસાયટી બહાર પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ અને તે મોટર સાયકલ તે વાપરતો હોવાનું જણાવેલ જે અંગે આગળ ની કાયદેસર કાર્ય વાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ ચોર મયુરસિંહ બાબભા ગોહિલ ઉ વ ૩૪ ધંધો-ડ્રાયવીંગ રહે.પંચાયતની બાજુમાં કરેડા તા.ઘોઘા જી.ભાવનગર આ આરોપી ની સામે અગાઉ અલગ-અલગ ૧૪ ગુન્હાઓ નોંધાઈ શુકયા હોવાનુ ટીમે જણાવેલ

અહેવાલ મથુરચૌહાણ સાથે કમલેશઢાપા તળાજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *