bhavnagar

ક્ષત્રિય કરણીસેના તળાજા દ્વારા ભાવનગર એલસીબી દ્વારા ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી ખોટી હેરાનગતિ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું

બુધેલ ગામના પૂર્વ સરપંચ તથા ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી ને ભાવનગર એલસીબી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી

ગત તારીખ: ૨૨-૫-૨૦૨૪ ની રાત્રે બુધેલ ગામના લોર્ડ્સ હોટલની બાજુમાં એલસીબી નો કાફલો જાણે કોઈ આંતકવાદી હોય તેવી રીતે ખડકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ભવાનીસિંહ મોરી સિહોર પોતાનું અંગત કામ પરથી પોતાના ગામે પહોંચતા પોલીસે તેમની ફોરવીલ ને અટકાયત કરી ભવાનીસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ મારો કયો એવો ગુનો છે મારી ધરપકડ કરો છો તો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની વાત કર્યા વિના ભવાનીસિંહ મોરી ને પ્રાઇવેટ કારમાં એસપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને અધિકારી સામે જવાબ માંગતા હતા કે આવા બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય કરણીસેના ના ગુજરાત પ્રદેશ કાર્યકારી એવા પ્રતિષ્ઠિત નાગરિકને આવી રીતે ધરપકડ કરીને લાવવાનું કારણ શું છે તો એલ સી બી પી એસ આઇ ધ્રાંગુ દ્વારા કોઈપણ શબ્દ બોલવા તૈયાર નહોતા ત્યારે મોડી રાત્રે ભવાનીસિંહ મોરીને છોડી મૂકવામાં આવ્યા હતા

ત્યારે આજે સવારે તળાજા મામલતદાર સાહેબ ને ક્ષત્રિય કરણીસેના પરિવાર તળાજા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે એલ સી બી પીએસ આઈ ધ્રાંગુંને શિક્ષાત્મક પગલાં લઈને કાર્યવાહી કરો અથવા સસ્પેન્ડ કરો અન્યથા કરણી સેના પરિવાર આખા ગુજરાતમાં આવેદનપત્ર આપશે અને વિરોધ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *