Sports

વાધડાચા આદિવાસી આશ્રમશાળાનુ ગૌરવ,7 ઈનામ જીત્યા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અનેકો ગામો આવેલા છે. વાત કરવામાં આવે તો આ અંતરિયાળ પહાડી વિસ્તારમાં ઘણી બધી શાળાઓ અને ઘણી બધી આશ્રમશાળાઓ આવેલી છે.

આવા પહાડો વચ્ચે આવેલી અંતરિયાળ શાળાઓમાં મોટેભાગે આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં યુવા મહોત્સવ 2024 તાલુકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાધડાચા આશ્રમ શાળાને કુલ 7 વિજેતા ટ્રોફી જીતી હતી.

બનાસકાંઠા યુવા મહોત્સવ- 2024 તાલુકા કક્ષા સ્પર્ધા દાંતા તાલુકાનું આયોજન તાજેતરમાં રાજમણી વિદ્યાલય સણાલી ખાતે કરવામાં આવ્યું હતું.જેમા શ્રી આદીવાસી આશ્રમ શાળા વાધડાચાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

જેમાં વાધડાચાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ સાત સ્પર્ધામાં વિજેતા જાહેર થયા હતા. જેમાં ત્રણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે, ત્રણ સ્પર્ધામાં દ્વિતિય ક્રમે અને એક સ્પર્ધામાં તૃતીય ક્રમે આવીને વિજેતા થયા હતા.

આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મુખ્ય સંચાલક શ્રી એલ કે બારડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે શ્રવણસિંહ, પીંકાબેન આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *