Breaking NewsLatest

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા લોક કેન્દ્રિત સેવાઓ માટે ઑન લાઇન ઇ-પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો

અમદાવાદ: ભારતના પ્રધાનમંત્રીની દૂરંદેશી અને આદરણીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નેતૃત્ત્વ હેઠળ, અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા જાહેર ફરિયાદોના નિવારણ માટે પરિવર્તનકારી લોક કેન્દ્રિત સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્ટોન્મેન્ટ બોર્ડ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નાગરિક સેવાઓની પહોંચ વધારવા માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટ્સ મહા નિદેશાલય દ્વારા ‘ઇ-છાવણી પરિયોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં, ઇ-છાવણી અંતર્ગત પોર્ટલના માધ્યમથી કેન્ટોન્મેન્ટ વિસ્તારના નાગરિકો માટે સંખ્યાબંધ સેવાઓ જેમ કે, કેન્ટોન્મેન્ટ બોર્ડ સંબંધિત જાહેર ફરિયાદ દાખલ કરવી, વેપાર લાઇસન્સ માટે અરજી સબમિટ કરવી, “એમ-કલેક્ટ” મોડ્યૂલ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવી, લીઝ રિન્યૂ કરવા માટે/ લંબાવવા માટે ઑનલાઇન અરજી સબમિટ કરવી વગેરેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય લોકો આ સેવાઓ ahmedabad.cantt.gov.in પરથી પ્રાપ્ત કરી શકે છે.

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ધીરજ સોનાજેએ જણાવ્યું હતું કે, “ઇ-છાવણીના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે, નાગરિકો કોઇપણ જગ્યાએથી અને કોઇપણ સમયે પોતાની ફરિયાદો દાખલ કરાવી શકે છે અને વિવિધ સેવાઓ મેળવી શકે છે. આનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.”

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ સુવિધાજનક, ત્વરિત અને પ્રતિભાવી નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે કટીબદ્ધ છે. ટેકનોલોજી આધારિત આ પહેલ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટ્સ મહા નિદેશાલય (DGDE) દ્વારા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને eGov ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવી છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *