Latest

જોગવડ ખાતે 3 હજારથી વધુ ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના જોગવડમાં ક્ષત્રિય રાજપૂત સમાજ જામનગર દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણ હજારથી વધુ ક્ષત્રિય યુવાનોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું.

દર વર્ષે જોગવડ ખાતે માં આશાપુરાના સાનિધ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે.જેમાં દશેરાના પાવન પર્વે 3 હજારથી વધુ ભાઈઓએ ઉપસ્થિત રહી ક્ષત્રિય પરંપરાનું વહન કર્યું હતું.

આ વર્ષે આ પરંપરાને આગળ વધારતાં બહેનો પણ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને એક નવી કેડી કંડારી હતી.કાર્યક્રમમાં આ વર્ષે ક્ષત્રિયોએ માત્ર પરંપરાગત શસ્ત્રોનું જ નહીં પરંતુ આજના આધુનિક શસ્ત્રો એવાં લેપટોપ, ભારતીય સંવિધાન, બોલપેન તેમજ આધુનિક ઉપકરણોનું પણ પૂજન કર્યું હતું.

જોગવડમાં આશાપુરા માતાજીના મંદિરે શસ્ત્ર પૂજનના કાર્યક્રમ સાથે સમાજના આગેવાનો વગેરેએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ ભોજન સાથે ઉપસ્થિત સૌએ સંતો મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.કાર્યક્રમમાં ક્ષત્રિય ભાઈઓ બહેનોની સ્વયં શિસ્તતા પણ ઉડીને આંખે વળગે એવી રહી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન દોલુભા એમ.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *