Devotional

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પર ચલાવવા આપેલ સુલભ શૌચાલય ના સંચાલકો ની મનમાની…..

મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ પત્રક વિરુદ્ધ યાત્રિકો પાસે થી લેવાઈ રહ્યા છે પૈસા…..

માં તારા સામાજિક સેવા સંસ્થાન ના સંચાલકો દ્વારા નક્કી કરેલ ભાવ કરતાં વધારે પૈસા લેવાતા હોવાની રાવ….

અગાઉ પણ વધુ ભાવ લેવા બાબતે નોટિસ મળેલ હોવા છતાં યાત્રિકો પાસે થી લૂંટ મચાવતા શૌચાલય સંચાલકો…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો ની સુવિધા માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.જેમાં આવનાર યાત્રિકો ને શૌચાલય જેવી કુદરતી ક્રિયા માટે મંદિર અને આસપાસ ના વિસ્તાર માં સુલભ – શૌચાલય ની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ત્યારે દર્શનાથે આવતા યાત્રિકો ની સેવા અર્થે સ્થપાયેલ શૌચાલય ની  સફાઈ – મેંટેનેન્સ વગેરે વ્યવસ્થા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શૌચાલય ની કામગીરી ટેન્ડર આધારિત કંપની ને સોંપાઈ છે જેમાં હાલ માં ” માં તારા સામાજિક સેવા સંસ્થાન “ નામની સંસ્થા ને આ શૌચાલય ની કામગીરી ટેન્ડર થી અપાઈ છે જેમાં મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ મુજબ જ યાત્રિકો પાસે થી નિભાવ ખર્ચ લેવાનો હોય છે ત્યારે અહી વાસ્તવિકતા કંઇક જુદી જ જોવા મળી રહી છે .

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો ની સુવિધા અર્થે શૌચાલય જેવી સેવા ની વ્યવસ્થા અર્થે ટેન્ડર થી માં તારા સામાજિક સેવા સંસ્થાન ને આપ્યા બાદ યાત્રિકો જોડે થી  મંદિર દ્વારા નક્કી કરેલ ભાવ પત્રક કરતા વધુ ભાવ લેવા ના લીધે અવારનવાર બબાલ થવાનું સામે આવ્યું છે

અને મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ ને પણ ઘણા યાત્રિકોએ ફરિયાદ કરેલ છે તેમ છતાં પણ આ સંસ્થા ના સંચાલકો સુધરવાને બદલે પોતાની મરજી પ્રમાણે ભાવ લઈ રહ્યા છે ત્યારે શું મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ આ બાબત ને ધ્યાને લઇ સંસ્થા ના સંચાલકો પર કોઈ અંકુશ લાવશે કે પછી “જૈસે થે” ની સ્થિતિ જ યથાવત રહેશે

કે પછી સંચાલકો પર કડક કાર્યવાહી કરી યાત્રિકો જોડે થતી લૂંટ બંધ કરાવાશે?? તે પ્રશ્ન મહત્વ નો બની રહ્યો છે.કેમ કે અંબાજી ખાતે આવતા યાત્રિકો પ્રસાદી પુજાપા ને નકલી ચાંદી ની ખાખર બાબતે તો લૂંટાતા હોવાની ફરિયાદ ને લીધે યાત્રાધામ બદનામ થયું જ છે ત્યારે હવે કુદરતી હાજત , અને નહાવા માટે ની પ્રાથમિક સુવિધા ના નામે પણ થતી લૂંટ યાત્રાધામ ને લાંછન લગાડવા રૂપ છે.

મંદિર ટ્રસ્ટ માં નાયબ મામલતદાર સમીર પરીખ હસ્તક આવતા શૌચાલય વિભાગ માં થતી લૂંટ માટે જવાબદાર કોણ????

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના બાંધકામ શાખા માં બેસતા નાયબ મામલતદાર સમીર પરીખ ના હસ્તક આવતા શૌચાલય વિભાગ ના ટેન્ડર સંચાલકો દ્વારા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ કરવમાં આવી રહી છે

જે માટે અવાર નવાર ઘણા યાત્રિકો દ્વારા પણ મંદિર માં ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં પણ આ સંચાલકો ને જાણે કોઈ ભય નથી કે નથી કોઈ શરમ ત્યારે વિચારવાની બાબત એ છે કે જ્યારે નાયબ મામલતદાર સુધી ફરિયાદ પહોંચવા છતાં પણ આ સંચાલકો નિર્ભયી અને બેફામ બન્યા છે તેનું કારણ શું છે ?

મંદિર દ્વારા નક્કી કરેલ ભાવ પત્રક  શૌચાલય ની બહાર ચોટાડ્યા તો છે પણ તેમાં ભાવ ને ખોતરી ને મરજી પ્રમાણે ના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે , અને અવારનવાર આવતી ફરિયાદ બાદ પણ નાયબ મામલતદાર ના હસ્તક ના આ વિભાગ ના સંચાલકો પર કોઈ કાર્યવાહી નહિ થતા શંકા ની સોઈ વિભાગ ના વડા પર અટકે છે ત્યારે શું વિભાગ ના વડા નાયબ મામલતદાર  સમીર પરીખ ની પણ આ ટેન્ડર ના સંચાલકો સાથે સંડોવણી છે કે પછી સેટિંગ .કોમ…..?????

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) હરિદ્વાર ખાતે મનોજ પરિવાર અને ધાકડા પરિવારના…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *