Helth

ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાને કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા CSR ફંડ દ્વારા ૨ એમ્બ્યુલન્સની ભેટ મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી મેયર શ્રીમતી મીરા પટેલના હસ્તે આ ઍમ્બ્યુલન્સની લીલી ઝંડી આપવામાં આવી.

ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ આ એમ્બ્યુલન્સને અર્બન હેલ્થ સેન્ટર ખાતે મૂકવામાં આવશે. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા આપવામાં આવેલ આ એમ્બ્યુલન્સની અંદાજિત કિંમત ૩૦ લાખ રૂપિયા છે.

આ એમ્બ્યુલન્સના શુભારંભ પ્રસંગે ગાંધીનગર મહનગરપાલિકાના મ્યુ.કમિશનર જે. એન. વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન શૈલેષભાઈ પટેલ, નાયબ મ્યુ. કમિશનરઓ, અધિકારીઓ તેમજ અન્ય કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સ શહેરના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7વર્ષ થી 15 વર્ષના બાળકો માટે નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

*સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર …

રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય…

રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ અને આરોગ્યમંત્રી…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *