બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢલાંગ વાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકો ના લીધે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે.
તો સાથે સાથે આ વિસ્તાર ઠલાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. યાત્રાધામ અંબાજી આવવા અને જવા ના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે.
ત્યારે અમુખ વાર વાહન ના બ્રેક ફેલ પણ થતા હોય છે ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે જેના કારણે પણ અમુખ અકસ્માતો સર્જાય છે. ત્યારે ગઈ મોડી રાત્રે અંબાજી થી આબુરોડ હાઈવે માર્ગ પર એક ટ્રેલર ને અકસ્માત સર્જાયો હતો.
ગઈ મોડી રાત્રે અંબાજી આબુરોડ વચ્ચે ટ્રેલર નદીમાં ખાબક્યો હતો. અંબાજી થી આબુરોડ જતા આંબલીમાર પાસે ટ્રેલર ને અકસ્માત સર્જાયો હતો અને રોડ થી 20 ફુટ નીચે નદી પલ્ટી મારી હતી.
સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા આ ટ્રેલર નો અકસ્માત સર્જાયો હતો. અંબાજી થી માર્બલ ના ખંડાઓ ભરીને રાજસ્થાન બાજુ જતા આ ટ્રેલરને અકસ્માત નડ્યો હતો ત્યારે ટ્રેલર માં સવાર ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો. અગાઉ પણ અંબાજી થી આબુરોડ જતા આ પહાડી વિસ્તારમાં અનેકો અકસ્માતો સર્જાયા છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી