કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિંમતનગર તાલુકાની ધી અંબાવાડા દૂધ મંડળી ખાતે નવીન બીએમસીયુ તેમજ નવીન દૂધઘરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ સાબર ડેરી તેમજ જીસીએમએમએફ ચેરમેન શામળભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને તેમજ સાબર ડેરી ડિરેક્ટર ડૉ.વિપુલભાઈ પટેલ અને ડિરેક્ટર સુભાષભાઈ પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું
પ્રસંગે સમારંભ અધ્યક્ષ શામળભાઈ પટેલે દૂધ ઉત્પાદકોને દૂધના વ્યવસાયમાં ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન માટે ઉચ્ચ ઓલાદના પશુ નિભાવવા,આધુનિક ટેક્નોલૉજી જેવી કે ભ્રૂણ પ્રત્યારોપણ,સેક્સ સોરટેડ સિમેન નો ઉપયોગ કરવા ,સાબરડેરીના વિવિધ આયોજન,વિસ્ત્રુતિકરણ અને વૈવિધિકરણ બાબતે પ્રકાશ પાડી સંઘ તથા સરકાર ની યોજનાઓના પૂરેપૂરા લાભ લેવા માટે આગ્રહ કરી સાબરડેરી દૂધ ઉત્પાદકોના આર્થિક વિકાસ માટે સતત ચિંતા કરી રહી છે અને પોષણક્ષમ દૂધના ઊંચા ભાવ આપવા સતત પ્રયત્નશીલ છે ત્યારે દૂધ સંપાદન વધારવાનું આયોજન કરવા મંડળી સંચાલકોને આહવાન કર્યું હતું અને ઉત્તરો ઉત્તર દૂધ ઉત્પાદકોની પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી
પ્રસંગે સાબર ડેરી ડિરેક્ટર ડૉ.વિપુલભાઈ પટેલ દ્વારા શુભેચ્છા આપી બીએમસી ની ક્ષમતા પ્રમાણે દૂધ સંપાદન કરીશું તો મંડળી ખર્ચમાં બચત થશે અને દૂધ ઉત્પાદકો ને લાભ થાય આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતાં તેમજ સાબરડેરી ના અધિકારીઓ કમૅચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા