મહેસાણા, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃ કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલએ આરોગ્યમંત્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રાજ્યપાલની સાથે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.