bhavnagarBreaking NewsEducationGujarat

ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા

ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પર નગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધેલી છે. ભોઈ સમાજ શરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના ૩૦૦ લોકો ભગવાનનાં રથને ખેંચવાની સેવામાં જોડાયા છે.

વ્યવસ્થા જાળવવા માટે ભોઈ સમાજનાં કુલ ૩૦૦ લોકોનાં સભ્યો રથ ચલાવવાની સેવા આપી છે. જે વારાફરતી ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાને આગળ લઈ જઈ રહ્યા છે. અબાલવૃદ્ધ ભોઈ સમાજના સભ્યો આ સેવામાં જોડાય છે. રથયાત્રાના દિવસે પહિંદ વિધિ થાય તે પહેલા રથ ખેંચનારા સભ્યોને ચાંદલા કરી શુકન કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજીનાં જયઘોષ સાથે રથ ખેંચવાની શરૂઆત કરવામાં છે. પરંપરાગત રીતે ભોઈ સમાજને – ભગવાનનો રથ ખેંચવાની મળેલી સેવાને – ભોઈ સમાજ તેમનું સૌભાગ્ય ગણે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 403

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *