Latest

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ પર સમારકામ કરાયુ
જૂનાગઢ,તા. ૮ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

તારીખ ૧ જુલાઈ થી ૭ જુલાઈ દરમિયાન વરસાદના કારણે જે રસ્તા ખરાબ થયા હતા તે રસ્તાઓનું રીપેરીંગનું કામ સત્વરે હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ક્ષતીગ્રસ્ત થયેલ જૂનાગઢ ધોરાજી રોડ,જૂનાગઢ ધંધુસર રવની રોડ, ખામધ્રોળ, મજેવડી, માખીયાળા રોડ ,વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ,માળીયા મેંદરડા રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ રસ્તાની લંબાઈ ૧૦૦૦.૯૮ કિ.મીનું રસ્તાનું નેટવર્ક ધરાવે છે. જે પૈકીના નુકસાનગ્રસ્ત થયેલ ૧૦ કિલોમીટરના રસ્તાઓ મોટરેબલ કરવામાં આવેલ છે એમ માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના કાર્યપાલક ઈજનેર શ્રી નાધેરા એ જણાવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *