ડીસા: રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય ની જાણીતી ગ્રાહક, હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ગ્રાહક સપ્તાહ ની ઉજવણી જિલ્લા માં ઠેર ઠેર કરવામાં આવી રહી રહી છે તે જ શ્રંખલામાં આજે ૨૩/૧૨/૨૦૨૫ ના રોજ ભોયણ ખાતે આવેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ડીસા શહેર મામલતદાર ડી. એન. બધેકા અને ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ શિબિર અને સેમીનારનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ માં ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા ના પ્રમુખ અને પ્રસિદ્ધ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે, મંત્રી પ્રીતેશ શર્મા, સહયોગી હિતેશ સોનગરા તેમજ iti કોલેજ ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ ની શુરૂવાત મહેમાનો ના સ્વાગત થી થઈ હતી.
ત્યારબાદ ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ એ ગ્રાહક અધિકારો નો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારબાદ ડીસા શહેર મામલતદાર શ્રી ડી.એન. બધેકા એ ઉપસ્થિત ગ્રાહક વર્ગ ને માર્ગદર્શન આપી તેમની ફરજો નિભાવી જાગૃત ગ્રાહક બનવાની હાંકલ કરી હતી.
ત્યારબાદ ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ એ ગ્રાહકો ના થતાં શોષણ સામે ગ્રાહકોને રાખવાની થતી સાવધાની રાખી એક જાગૃત ગ્રાહક બની સમાજ ને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ત્યારબાદ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલી માં ગ્રાહક ની વ્યાખ્યા કરી વર્તમાન માં ગ્રાહક ની પરિસ્થિતિ નો ઉલ્લેખ કરી ડિજિટલ યુગ માં ગ્રાહકો ને ઝડપી ન્યાય તરફ સરકારના ઇ જાગૃતિ પોર્ટલ વિશે માહિતી આપી હતી.
અને જણાવ્યું હતું કે ગ્રાહક બજાર નો રાજા છે એક શિક્ષિત અને જાગૃત ગ્રાહક જ મજબૂત ભારત નું નિર્માણ કરી શકે છે, આ સાથે સાથે કિશોર દવે એ ખોરાકમાં થતી ભેળસેળ અંગે પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શુદ્ધ ખોરાક એ ગ્રાહક નો અધિકાર છે.
કાર્યક્રમનો સફળ સંચાલન દિવ્યાંગભાઈ ત્રિવેદી અને રાજુ ભાઈ જોશી એ કર્યું હતું..
રિપોટર દિનેશભાઇ સોનગરા હિંમતનગર
















