રાધનપુર, સંજીવ રાજપૂત: ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત શ્રી શેઠ કે બી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની આચાર્ય સાન્વી નિમેષકુમાર ધોરણ 9 ની દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં પસંદગી થવા પામી છે..
વિશેષ વાત એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર એક જ વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ હેઠળ દેશભરના પસંદગી પામેલ વિદ્યાર્થીઓ સાથે માનનીય પ્રધાનમંત્રીજી સીધો સંવાદ સાધી તેમને પરીક્ષા સંબંધિત તણાવ, જીવનમૂલ્યો અને માર્ગદર્શન આપે છે.
આ સિદ્ધિથી શાળા અને રાધનપુર શહેર નું નામ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીનીની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન તથા શાળાના સંસ્કાર અને શૈક્ષણિક વાતાવરણનું મહત્વપૂર્ણ યોગદાન છે.
શાળા પરિવાર તરફથી આચાર્યશ્રી અને રાધનપુર કેળવણી મંડળ મુંબઈ આચાર્ય સાન્વી નિમેષકુમારને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે…
















