ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે તા-૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ જન્મ શતાબ્દી નિમિત્તે ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પરિસંવાદની ઉદ્ઘાટન બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે. લહેરી તેમજ પૂર્વ સનદી અધિકારી તેમજ જાણીતા વક્તા શ્રી વસંત ગઢવીએ હાજર રહી સરદાર વલ્લભભાઈ પટેલના બહુ આયામી વ્યક્તિત્વ પર પોતાના મનનીય પ્રવચનો આપ્યા.
પરિસંવાદમાં ગુજરાતના જાણીતા લેખક અને વક્તાશ્રીઓ સર્વશ્રી ગીતા માણેક, શ્રી ઉર્વીશ કોઠારી, શ્રી જય વસાવડા, ડૉ.જગદીશ ચૌધરી, ડૉ.અંકુર દેસાઈએ સરદારના જીવન અને કાર્યો પરના વિવિધ પ્રસંગો પર વક્તવ્ય આપી સરદારને શબ્દાંજલિ અર્પી. વિશેષમાં આ પરિસંવાદમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાંથી ૨૬૦ જેટલા અધ્યાપકો, શોધકર્તાઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, આ બધાને ‘સુપર હીરો સરદાર’, ‘સરદારનો સાચો પડછાયો મણીબહેન’ અને ‘રાષ્ટ્ર નાયક સરદાર’ ભેટ સ્વરૂપે પુસ્તકો આપ્યા.
આ પરિસંવાદના યજમાન સંસ્થાના આચાર્ય ડૉ.અશોક પટેલ તેમજ પરિસંવાદના સંયોજક ડૉ.કેશર ચૌધરીએ જહેમત ઉઠાવીને પરિસંવાદને સફળ બનાવ્યો હતો
રિપોર્ટ : કિંજલ પંચાલ (અમદાવાદ)
















