ભાવનગર, એબીએનએસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૧૨ જેટલા નાગરિકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી તેમજ જિલ્લા કોઓર્ડિનેટર વિશાલભાઈ ડાભીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તન અને મનનાં સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ યોગ શિબિરો યોજાઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.
શિબિરનું આયોજન યોગ કોચ ભદ્રેશભાઈ, મયંકભાઇ તેમજ અન્ય ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું.
















