વર્ષ ૨૦૦૬ ના હાઈ કોર્ટ ના ચુકાદા ના ૨૦ વર્ષ બાદ પણ હજુ સુધી હુકમ ની અમલવારી કેમ નહીં……!!!!!?????
સ્કીમ ૩૯ મુજબ એક પૂજારી ની નિવૃત્તિ બાદ શું વારસાગત પૂજા નો હક દીકરાઓ ને મળી શકે?????
રાજ્ય માં કઈક વિદ્વાન બ્રાહ્મણો હોવા છતાં ફક્ત આ ૪ બ્રાહ્મણો નો જ પૂજા નો વારો/ અધિકાર……????!!!!!
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલ ભટ્ટજી ની ગાદી ના નામે ઓળખાતી માતાજી ની ગાદી ના સંચાલકો ની મનમાની અને ગેરવહીવટ અંગે ની બાબતો અવારનવાર મીડિયા માં છપાતી / ચમકતી રહે છે .ત્યારે આટઆટલા વિવાદો અને ઘપલાઓ થતા હોવા છતાં ના તો આ સંચાલકો પર કોઈ કાર્યવાહી થાય છે કે ના તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોઈ પગલાં લેવાય છે. ત્યારે આ સમગ્ર વહીવટ અંગે બધા ની મિલીભગત સહ કામગીરી ચાલતી હોય તેમ જાહેર થઈ રહ્યું છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના સંચાલકો ઉપરાંત માતાજી ની ગાદી ના સંચાલકો ઉર્ફે દાંતા સ્ટેટ દ્વારા તેમના રાજ ( વહીવટ – હુકમ) વખતે સ્ટેટ ના રાજવી દ્વારા માતાજી ની યોગ્ય સેવા – પૂજા થાય તે માટે સિદ્ધપુર થી વિદ્વાન બ્રાહ્મણો લવાયા અને નિમણૂક કરાયા હતા જેમાં વારાફરતી ૪ બ્રાહ્મણો દ્વારા આ મંદિર માં સેવા પૂજા ની કામગીરી કરાતી હતી.
જેમાં સ્ટેટ બાદ સરકાર ના હસ્તક્ષેપ અને વહીવટી હસ્તક લીધા બાદ આ ૪ બ્રાહ્મણો વચ્ચે સેવા પૂજા નો દર વર્ષે વારા નક્કી કરાયા હતા.પરંતુ તેમ પણ સ્ટેટ વખત ના નિમણૂક કરાયેલ બ્રાહ્મણ પૂજારી ના નિધન બાદ તેમના પુત્ર દ્વારા માતાજી ની સેવા પૂજા કરાતી હતી જે ટેમ્પરરી ( ટૂંકા ગાળા ) માટે કરાય તે યોગ્ય છે પરંતુ ત્યારબાદ પણ બીજા યોગ્યતા અને અનુભવ ધરાવતા બ્રાહ્મણ પૂજારી ની નિમણૂક કરવાનો હાઈ કોર્ટ ના આદેશ પ્રમાણે થવી જોઈએ પરંતુ આ આદેશ / હુકમ ની અવહેલના કરતા ગાદી – મંદિર ના સંચાલકો દ્વારા હાઇ કોર્ટ ના જાહેર કરેલ હુકમ ના ૨૦ વર્ષ જેટલા સમય વિતવા છતાં પણ અન્ય કોઈ વિદ્વાન બ્રાહ્મણ ની નિમણૂક કરાઈ નથી.ત્યારે શા માટે આ બાબતે ગાદી સંચાલકો કે મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ રસ લઈ ને કામ કરતા નથી તે બાબત પણ વિચારશીલ તેમજ શંકા ઊભી કરે છે કેમકે આટલા વર્ષ ના સમયગાળા માં અંબાજી મંદિર ટ્રસ્ટ માં પણ અનેક અધિકારીઓ – વહીવટદારો બદલાયા હતા તેમના દ્વારા પણ કોઈ કામગીરી નથી કરાઈ ત્યારે એવું તે શું કારણ છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે તેમજ અવસાન પામેલા બ્રાહ્મણ પૂજારી ના પુત્ર દ્વારા હાલ સુધી કરાઈ રહેલ સેવા પૂજા અંગે વારસાઈ હક દાવો ની અરજી હાઈ કોર્ટ માં કરાઈ હતી
જે અંગે પણ હાઈ કોર્ટ દ્વારા જાહેર કરાયું હતું કે વારસાઈ અંગે ના હક દાવા બાબતે કોઈ નિયમ છે નહીં અને તેમ છતાં ગાદી સંચાલકો દ્વારા હક જમાવવામાં આવી રહ્યો છે , ત્યારે જો નામદાર હાઇ કોર્ટ રાજવી પરિવાર ના વારસાઈ નવરાત્રી ના આઠમ પૂજા ના હક ને નાબૂદ કરી શકતો હોય તો ગાદી સંચાલકો ના વારસાઈ હક ને પણ નાબૂદ કરી નિષ્પક્ષ પણે વર્ષો પહેલા અપાયેલ ચુકાદા અંગે પાલના કરાવી જોઈએ.
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી
















