Crime

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા – વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા તેમજ લગ્ન માટે દબાણ કરતો હતો યુવક….

યુવતી એ ના પાડ્તા એ.આઈ.થી ફોટા બનાવી બદનામ કરવાની ધમકી સાથે રૂ.૫ લાખ ની ખંડણી ની માંગ કરી….

યાત્રાધામ અંબાજી ખાતે યાત્રાધામ ની ગરિમા ને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંબાજી ના એક યુવક દ્વારા ગામ ની એક યુવતી જોડે સોશિયલ મીડિયા ના મધ્યમ થી મિત્રતા કેળવી સંબંધ બાંધી ફોટો – વિડિઓ બનાવી બ્લેકમેઇલિંગ  કરવા ઉપરાંત વારંવાર મળવા , લગ્ન માટે દબાણ અને રૂ.૫ લાખ ની ખંડણી માંગી યુવતી ને માનસિક રીતે હેરાન પરેશાન કરવાની કોશિશ સામે આવી છે .

અંબાજી ખાતે રહેતા અને દાંતા રોડ સ્થિત ધર્મશાળા માં મેનેજર તરીકે ફરજ બજાવતા રાજપૂત યુવક દ્વારા યુવતી ના ઘર તરફ આંટા ફેરા મારી પટાવી ફોસલાવી મિત્રતા કેળવી હતી ,ત્યારબાદ ફોન પર વાતો અને મિલન – મુલાકાત ના સંબંધ બાંધ્યા બાદ યુવક દ્વારા યુવતી ને ફોટા ,વીડિયો ના આધારે બ્લેકમેઈલિંગ કરી હું કહું તેમ જ તારે કરવું પડશે તેમજ એની ઇચ્છા પ્રમાણે મળવા માટે બોલાવવા તેમજ લગ્ન કરવા દબાણ કરતા યુવતી એ યુવક સાથે સંબંધ તોડી ,સંપર્ક બ્લોક કરી અમદાવાદ ભણવા જતી રહેલ ત્યારબાદ પરિવાર ને મળવા યુવતી અંબાજી આવતા આ યુવક દ્વારા અલગ અલગ નંબરો પરથી કોલ કરી મળવા બોલાવતા યુવતી દ્વારા ના પાડતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતી ના નામે ફેક id બનાવી તેને અને તેના પરિવાર ના સભ્યો ના id પર મેસેજ કરી યુવતી વિશે અભદ્ર વાતો કરી હેરાન ,કરી બદનામ કરતા કંટાળી યુવતી દ્વારા આત્મહત્યા ની કોશિશ પણ કરાઈ હતી તેમ છતાં આ યુવકે પીછો ના છોડતા આખરે કંટાળી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા યુવતી ની લેખિત નિવેદન સહિત ની ફરિયાદ ના આધારે આગળ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે .

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *