Devotional

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

આજથી ત્રણ દિવસ એટલે 13/14/15 ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગામ લોકો ની વર્ષો જૂની પ્રતીક્ષા નો આજે અંત….

આજ થી શરૂ થતા ત્રણ દિવસીય કાર્યક્રમ માં શાસ્ત્રોક્ત વિધિ – વિધાન થી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ – પૂજા સંપન્ન કરાશે….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબા ઉપરાંત અન્ય મંદિરો તો સ્થાપિત હતા પરંતુ સૌના મુખે અને હૃદયે વસતા ભગવાન શ્રી રામ ના મંદિર ની કમી હતી જે વર્ષો બાદ આજ રોજ પૂર્ણ થવા જઈ રહી છે.

અંબાજી ગામ ના ડી.કે સર્કલ થી શક્તિદ્વાર તરફ જતા માર્ગે નિર્મિત કરાયેલ આ મંદિર ખાતે આજે  ધૂમ ધામ થી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ દિવસે સવારે ૯-૧૫ કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો,

જે સમગ્ર દિવસ દરમિયાન ચાલ્યા બાદ  જેમાં પ્રથમ દિવસે રામ કૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય અતિથિ મુખ્ય અતિથિ શ્રીમતી કલ્પનાબેન દવે સરપંચ શ્રી ગ્રામ પંચાયત વિશેષ શ્રી દીપકભાઈ પટેલ પ્રમુખશ્રી માર્બલ એસોસિએશન ના મુખ્ય અતિથિ હાજર રહેવા હતા અને પ્રથમ દિવસ ની સાંજે ૫:૩૦ એ કર્મકુટિ પ્રયોગ અને ૬:૦૦ કલાકે આરતી કરી આજ ના કાર્યક્રમ ની પૂરતી કરાશે ત્યારબાદ બીજા દિવસે ફરી સવારે ૯:૦૦ વાગે યજ્ઞ પ્રારંભ કરાશે જેમાં વહેલી સવારે શ્રી હોટલ રેવા પ્રભુ સદન સામે થી કળશ શોભા યાત્રા કઢાશે અને બપોરે ૩:૦૦ કલાકે ભગવાન ને સ્નાપન, જલધિવાસ ,ધન્યાધિવાસ, ઘૃતાધિવાસ,શયનાધિવાસ આદિ કરી સાંજે ૬:૩૦ કલાકે આરતી કરાશે બાદ  ગણેશ ભવન ખાતે રાત્રે ૮ થી ૧૧ સુધી ભજન સંધ્યા કાર્યક્રમ નું આયોજન કરાયું છે જેમાં ભજન કલાકાર મોહન બારોટ અને વિનોદ બારોટ પોતાના સ્વરિલા સુર થી ભક્તિમય વાતાવરણ ની રમઝટ બોલાવશે, ત્રીજા દિવસે વહેલી સવારે ૮:૦૦ વાગ્યે યજ્ઞ શરૂ કરી ૧:૩૦ વાગ્યે પૂર્ણાહુતિ કરાશે. જેમાં ગામ લોકો માટે ભંડારા પ્રસાદી નું આયોજન હોઇ બપોરે ૧:૦૦ કલાકે ગણેશ ભવન  ખાતે મહા પ્રસાદી શરૂ કરાશે જેમાં સર્વે ગામ લોકો ને લાભ લેવા આમંત્રિત કરાયા છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *