Latest

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો નિર્ણય..

પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ ટી સેલના નીતિન ઘેલાણી દ્વારા અપાયું માર્ગદર્શન..

પત્રકાર એકતા પરિષદ ની બનાસકાંઠા જિલ્લાની હોદ્દેદારોની મિટિંગ પાલનપુર ખાતે સંગઠન કાર્યાલયે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વમાં મળી હતી.આ મિટિંગમાં જિલ્લા,ઝોન,પ્રદેશ અને મહિલા વિગ હોદ્દેદારો ની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ ઝડપી 10 લાખ અકસ્માત વીમાના ફોર્મ ભરવા,તેમજ તાલુકાની મિટીંગો યોજી જવાબદારીઓ સોંપવા તેમજ શહેરમાં જિલ્લા કારોબારીના હોદ્દેદારો ને ચોક્કસ યાદીઓ આપી ફોર્મ ભરવા જવાબદારી સોંપવા તેમજ વહેલી તકે સફળ અને સુંદર જિલ્લા નુ અધિવેશન મળે તેના આયોજન માટે સ્થળ અને સુવિધા અંગે ચર્ચા કરી હતી..

આઈ ટી સેલના નીતિન ઘેલાણી દ્વારા પણ જરૂર પડ્યે અધિકારીઓ ને આમંત્રિત કરવા,તેમજ રાજસ્થ મહાનુભાવો ને આમંત્રણ આપવાનું કામ હોય ત્યારે પ્રદેશ ના આગેવાનો પણ મદદ કરશે તેવી ખાતરી આપી હતી.તેમજ વીમા યોજના અંગે જાણકારી આપી હતી..મહત્તમ પત્રકારો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા માં સૌને સહયોગ કરવા હાંકલ કરી હતી..

સ્થાનિક મિટિંગ ની વ્યવસ્થા જિલ્લા અધ્યક્ષ શ્રી ચેતન ભાઈ ઓઝા દ્વારા કરવામાં આવી હતી.તેમજ અનિલ પંડ્યા,અને જિલ્લા,તાલુકા,પ્રદેશ ઝોન મહિલા. તેમજ મહિલા વિગ હોદ્દેદારો સાથે ચર્ચા કરતા ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *