Latest

અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે ત્યાંના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય ચેકઅપ તેમજ પૂનમ નિમિત્તે જે યાત્રિકો આવતા હોય છે તેમને આશરે 1000 જેટલા ઓઆરએસ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અંબાજી ડેપો સ્ટાફનું બીપી,ડાયાબિટીસ તેમજ અન્ય બીમારીઓ ચેકીંગ કરવામાં આવી હતી અને હિટસ્ટ્રોકના સાવચેતીના પગલાં માટે તેમણે ઓઆરએસ પાવડર નું તેમજ ઓઆરએસ લિક્વિડ નું વિતરણ કરવામાં આવ્યું.

આ અનુસંધાને હોસ્પિટલ ના અધિક્ષક ડૉ વાય કે મકવાણા અને એસટી ડેપો મેનેજર કે પી ચૈહાણ તેમજ મજૂર મહાજન યુનિયનના પ્રમુખ અનેશસિંહ ચાવડા,અંબાજીના એટીઆઈ શ્રી તથા ટ્રાફિક કંટ્રોલર રણજીતસિંહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હોસ્પિટલ ના સ્ટાફ ડૉ. રાધેય જોષી મેડિકલ ઓફિસર તેમજ પારુલબેન સ્ટાફનર્સ ,ભાર્ગવ જોષી,ભાવેશ પરમાર ,મનોજ પુરોહિત,અજય પરમાર ,મીઠાભાઈના સહકાર થી આ નિઃશુલ્ક કેમ્પ સફળ બન્યો હતું તેમજ શ્રદ્ધાળુઓ જે અંબાજી આવતા હોય છે તેમને પણ આ કામગિરિ ને બિરદાવી હતી અને તંત્ર નો આભાર માન્યો હતો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 629

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *