વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
હરિદ્વાર ખાતે મનોજ પરિવાર અને ધાકડા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા નો પ્રારંભ તારીખ 20 મે ના રોજ કરવામાં આવ્યો અને પૂર્ણાહુતિ તારીખ 27 મે 2026 ના રોજ થશે. પરિવારના પિતૃઓની મોક્ષાર છે અને જગત કલ્યાણના શુભ સંકલ્પથી યોજાયેલી આ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા ના વ્યાસપીઠ પર બગદાણા ના પ્રસિદ્ધ કથા વાચક પૂજ્ય પારસ ભાઈ શાસ્ત્રીજી શ્રોતાઓને ભાવ તરબોળ અવસ્થામાં લઈ જઈને સુંદર મજાનું કદ રત્ન કરાવી રહ્યા છે.
પાંચમા દિવસના કથા સંવાદમાં શાસ્ત્રી શ્રી પૂજ્ય પારસભાઈએ જણાવ્યું કે આવું ભવ્ય આયોજન આવા પવિત્ર અધિક શ્રાવણ માસના સમયે આપણા સૌ કોઈ માટે સૌભાગ્યનો વિષય બની રહ્યું છે. કૃષ્ણ ચરિત્ર અનેક વખત ગાવા છતાં પણ તે નાવીન્યપૂર્ણ અને સૌને અતૃપ્ત અવસ્થામાં તેનું પાન કરવા હંમેશા લાલાઈત કરે છે.અગ્નિ વગર દાઝવું હોય તો સેવા કરવી. એનેકગણું ઝેર પણ પીવુ પડે.કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે.
કથાના યજમાન અંકલેશ્વરના સ્વ.છત્રસિંહ બારોટ અને ઉચૈયાના સ્વ વાજસુરબાપુ ધાખડા પરિવારના સભ્યો કર્યું છે. શ્રી પંકજભાઈ બારોટ અને શ્રી અમરુભાઈ ઘાખડા દ્વારા આયોજિત આ સમગ્ર ધર્મોત્સવ અનેરો બની રહ્યોં છે. સમગ્ર આયોજનમાં પંકજભાઈ બારોટના પરિવારના મોટી સંખ્યામાં લોકો કથા લાભ લઈ રહ્યા છે. અગ્રણીઓ શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી ભોળાભાઈ,અખુભાઈ ખુમાણ,નાજભાઈ સાંડસુર, દિલીપભાઈ જોશી, ભાસ્કરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા છે.વ્યવસ્થા સંકલન શ્રી મંગળુભાઈ ધાખડા કરી રહ્યા છે.કથા વ્યાસ શ્રી પારસભાઈની સંગીતમય કથા શૈલી સૌને હ્રદયસ્થ થઈ ગઈ છે.















