સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરે કહેર સર્જયો છે ત્યારે ગારીયાધાર તાલુકા ના કોરોના વાઇરસ માં સંક્રમિત દર્દી માટે ઘર આંગણે જ સારી સેવા મળી રહે તેવા આશય થી ગારીયાધાર શહેરમાં આમ આદમી પાર્ટી સંચાલિત અને શ્રી સુધીરભાઈ વાઘાણી ટ્રસ્ટ પ્રેરિત કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ એમ ડી પટેલ હાઇસ્કુલ માં શરૂ કરાયેલ આ આઈસોલેશન સેન્ટર માં દર્દીને રહેવા, જમવા, દવા, થી લઇ ઑક્સિજન સુધીની બધીજ સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે
ત્યારે વધુ એક સેવાકીય સંગઠન લોકોની મદદે આગળ આવ્યુ છે સુરત થી સુદામા ગ્રુપ અને સેવા સંસ્થા દ્વારા ગારીયાધાર એમ ડી પટેલ સ્કૂલ ખાતે ચાલી રહેલા covid isolation સેન્ટરમાં એમ્બ્યુલન્સ રૂપે નિશુલ્ક સેવા માટે આપવામાં આવનાર છે સુરતથી આવેલા આ યુવાનોએ કુલ ત્રણ એમ્બ્યુલન્સ જેમાંથી એક એમ્બ્યુલન્સ ભાવનગર ખાતે એક એમ્બ્યુલન્સ ગારીયાધાર ખાતે અને એક એમ્બ્યુલન્સ જૂનાગઢ ખાતે સેવા અર્થે આપવામાં આવેલ છે બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ માટે જરૂરી ઓક્સિજન અને ફ્લોમીટર લગાવવામાં આવેલ છે તથા કોરોના માટે જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફ, સેનેટાઇજર સહિતની સુવધાઓ સાથે આ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવેલ છે જેના કારણે ગારિયાધારના અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ને અન્ય જગ્યાએ રીફર કરવામાં વિના મૂલ્યે ચાલતી આ એમ્બ્યુલન્સ મદદરૂપ થશે