Breaking NewsLatest

તાઉ’તે વાવાઝોડા સમયે ધંધુકાની સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી..સંસ્થા અને સ્થાનિક લોકોએ માનવીય અભિગમ દાખવ્યો

અચાનક આવી પડેલી કુદરતી આફત એટલે તાઉ-તે વાવાઝોડું. ૧૭ અને ૧૮ મે – બે દિવસ સુધી વાવાઝોડાની તીવ્ર અસર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામા જોવા મળી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધંધુકા શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૧૩૮૯ જેટલા અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને સલામત જગ્યાએ રહેવા – જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધંધુકા ખાતે ૩ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. જેમાં ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ, સોસાયટી પ્રાથમિક શાળા, અને કુમાર શાળામાં ૩૦૩ લોકોને શીફ્ટ કરવામાં આવ્યા હતા.
શેલ્ટર હોમમાં રાખાયેલ લોકો માટે ધંધુકાની જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફ્થી બંને દિવસ સુધી જમવાનું બનાવીને આપવામાં આવ્યું હતું. તથા ધંધુકા રેલ્વે સ્ટેશન પર કામ કરતા ૯૦ જેટલા શ્રમિકો માટે નજીકમા આવેલી સથવારા સોસાયટીના યુવા ગૃપના યુવાનો, સ્થાનિક દુકાનદારો તરફથી સુકો નાસ્તો, પાણી,અને જમવાની સગવડતાઓ ઉભી કરવામાં આવી હતી. તમામ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા ધંધુકા મામલતદાર કચેરી તરફથી પુરી પાડવામાં આવી હતી.
ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમા રહેલા અસરગ્રસ્તો માટે સરપંચ અને તલાટી તરફથી રહેવા સાથે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *