(અમિત પટેલ.અંબાજી)
અંબાજી ખાતે હાલમા કોરોના કેસ ના સંખ્યામા ઘટાડો થયો છે અને કોરોના કેસ પણ ગૂજરાત ખાતે ઘટી રહ્યાં છે ત્યારે આજે સવારે અંબાજી કોવિડ સેન્ટર ખાતે સારવાર લઈ રહેલી મહિલાનુ મોત થયું હતું અને અંબાજી આઠ નંબર વિસ્તારમાં ઠાકોર ભવન પાછળ રહેતા એક યુવાન ભાઈ નુ પાલનપુર સિવિલમાં મૃત્યુ થયું હતું.
અંબાજી ના લોકોએ ખૂબ તકેદારી અને સાવધાની રાખવાની જરુર છે અને હાલમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કામ વગર ઘર ની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અંબાજી આઠ નંબર વિસ્તારમાં રહેતી વિધવા માતાએ પોતાના સૌથી નાના પૂત્ર ને ખોયો છે અને તેમના પરિવાર પર આભ તુટી પડ્યું હતું,ભગવાન તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે
@@કોઈપણ તકલીફ જણાયતોએમબીબીએસ કે સરકારી હોસ્પિટલ જવુ@@
હાલમા લોકોને કોરોના કહેર વચ્ચે શરીર મા કોઈપણ જાતની તકલીફ કે દુખાવો થાય તો તેમને સારવાર માટે અનુભવી એમબીબીએસ કે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા જવું અને કદાચ પ્રાયવેટ હોસ્પીટલ ખાતે જવાનું થાય તો અનુભવી ડિગ્રી વાળા ડોકટર પાસે જવું જોઇએ