Latest

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં ફરી શરૂ કરાયો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક જૂના મકાનની બાલ્કની LT પોલ પર પડતાં પોલને નુકસાન થયું હતું, જેના કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ રાણપુર પીજીવીસીએલ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતાં જ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વિતરણ ટ્રાન્સફોર્મરનો ફ્યુઝ કાઢી વીજ પુરવઠો અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત વરસાદ અને તેજ પવન જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ કર્મચારીઓએ અથાગ મહેનત કરી નુકસાનગ્રસ્ત LT પોલને નવા LT PSC પોલથી બદલી નાખ્યો હતો.

સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બપોરે ૨:૦૦ વાગ્યે ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

પીજીવીસીએલની ઝડપી, સલામતીલક્ષી અને વ્યવસાયિક કામગીરીના કારણે ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી અને ટીમની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *