Education

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જી અને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે Finishing School Training પ્રકલ્પ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્યોની તાલિમ આજે તા. ૨૦મી ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ કૉલેજ આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલિયાના અધ્યક્ષ સ્થાને સફળતાપૂર્વક સમાપન સમારોહ યોજાયો હતો.

“ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામના કન્વિનર ડૉ. મિલિબેન જેઠવાણી દ્વારા તા. ૧૧મી ઑગષ્ટથી ૨૦મી ઑગષ્ટ ૨૦ગ૨૬ દરમિયાન ૪૦ કલાકની સઘન કૌશલ્ય વર્ધક તાલીમ પૂરી પાડવામાં આવી હતી.” ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યો (Life Skills), અંગ્રેજી સંવાદ કૌશલ્ય (English Communication Skills), ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ (Personality Development) અને પ્રેઝન્ટેશન કૌશલ્યોની સાથે-સાથે આધુનિક ઉદ્યોગો અને રોજગાર ક્ષેત્રની જરૂરિયાત મુજબના કૌશલ્યો વિકસાવી, તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો છે.”

આ કાર્યક્રમમાં ડૉ. જીજ્ઞાબા એ. રાણા, ડૉ. એ. ડી. લાણિયા, ડૉ. આઈ. જે. સુતરીયા, ડૉ. રિન્કુબેન એ. વાઢેર, ડૉ. એચ. એલ. મોરી, ડૉ. વી.એસ. ચૌધરી, પ્રૉ. ભાવેશ ઝાપડિયા, પ્રૉ. જયેશભાઈ પરમાર, પ્રૉ. અલ્પેશભાઈ કલસરિયા, ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ અને ચંદ્રેશકુમાર એન. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમમાં ૫૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમના ટી. વાય. બી. કોમની વિદ્યાર્થીની કુ. કસેલા હસ્તી અને અલવીરા ભાયાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *