કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી વિવિધ વર્ગોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરવાનો અનુભવ મળે અને શિક્ષકની જવાબદારી નિભાવવાની તક મળે તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિન નિમિત્તે કોલેજના આચાર્યશ્રી ડૉ.એચ.વી.સેંજલિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તે દિવસના આચાર્ય તરીકે ભૂમિકા ભજવનાર વિધ્યાર્થી બહેન કુરેશી મહેક દ્વારા શાબ્દિક સ્વાગત કરી વિધ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે IQAC કો ઓર્ડીનેટર ડો. રાજેશ કોઠારીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની આભરવિધિ આ તે દિવસના વાઇસ પ્રિન્સિપાલ મકવાણા ભૂમિ દ્વારા કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ડૉ. એચ.એલ. મોરી અને ડૉ. આર એ. વાઢેર દ્વારા આયોજીત કરવામાં આવેલ. જેમાં ડૉ. આઈ જે. સુતરીયા, ડૉ એ. ડી. લાણીયા, ડૉ. વી. એસ. ચૌધરી મુલાકાતી અધ્યાપકગણ, અન્ય કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
















