Education

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ તિરંગા યાત્રા તથા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વિકસાવવાની સાથે ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

NSSના સ્વયંસેવકોએ હાથમાં તિરંગો ધારણ કરી ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રા ગઢડા શહેરમાં યોજી હતી.શા. સ્વા. શ્રી હરિજીવન સ્વામી
(ચેરમેનશ્રી, ગોપીનાથજી દેવ મંદિર ,ગઢડા)દ્વારા યાત્રા મંદિરે પહોંચી ત્યારે પ્રોગ્રામ ઓફિસરશ્રી અને અધ્યાપકોનું ફુલહારથી સ્વાગત કરી અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારબાદ પૂર્ણકૌશલસ્વામી(BAPS અક્ષર મંદિર,ગઢડા,(સ્વામિના.))દ્વારા પણ સૌને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.બંને મંદિરના સંતો દ્વારા દેશભક્તિના નારા બોલાવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.

આ પ્રસંગે વિશ્વ સિંહ દિવસની પણ સાથો સાથ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એશિયાટિક સિંહનું ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં રહેલું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સિંહ સહિતના વન્યજીવોનું સંરક્ષણ, જૈવવિવિધતાનું જતન, પર્યાવરણનું રક્ષણ તથા માનવ અને વન્યજીવો વચ્ચે સહઅસ્તિત્વ જાળવવા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન NSS સ્વયંસેવકોએ “સિંહ બચાવો–પ્રકૃતિ બચાવો”, “વન્યજીવોનું રક્ષણ કરો”, “પર્યાવરણ બચાવો” જેવા જનજાગૃતિ સંદેશો આપ્યા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ.વી. સેંજલિયાના માર્ગદર્શન તળે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.આઇ.જે. સુતરિયા, શ્રી ચંદ્રેશભાઇ ચૌહાણ અને ડૉ. આર.એ. વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.આર.વી.કોઠારી,ડૉ.જે.એ. રાણા, ડૉ.એ.ડી. લાણીયા, ડૉ.એચ.એલ.મોરી,ડૉ.વી.એચ.ચૌધરી, ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ તેમજ મુલાકાતી અધ્યાપકોએ ભારે જહેમત ઉપાડી હતી.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી તથા પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે હંમેશા સક્રિય રહેવા માટે ડૉ.એ.ડી. લાણીયા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમથી NSS સ્વયંસેવકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા તથા વન્યજીવ સંરક્ષણની ભાવના વધુ મજબૂત બની હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *